યર્મિયા ૩૫:૭
વળી તેઓએ અમને એવું પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવાં નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમ જ દ્રાક્ષવાડીઓ રોપવી નહિ; તમારે એવી કોઈ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; જેથી જ્યાં તમે પરદેશીઓ છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.’”યર્મિયા ૩૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 35:7
- You shall not build a house, sow seed, plant a vineyard, or have any; but all your days you shall dwell in tents, that you may live many days in the land in which you live as nomads.’
- हिन्दी — यिर्मयाह ३५:७
- न घर बनाना, न बीज बोना, न दाख की बारी लगाना, और न उनके अधिकारी होना; परन्तु जीवन भर तम्बुओं ही में रहना जिससे जिस देश में तुम परदेशी हो, उसमें बहुत दिन तक जीते रहो।’
સંદર્ભમાં
૫પછી મેં રેખાબીઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને કહ્યું, “આ દ્રાક્ષારસ પીઓ.”
૬પરંતુ તેઓએ કહ્યું, “અમે દ્રાક્ષારસ નહિ પીઈએ. કેમ કે અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા દીકરાઓ કોઈ કાળે દ્રાક્ષારસ પીશો નહિ.
૭વળી તેઓએ અમને એવું પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવાં નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમ જ દ્રાક્ષવાડીઓ રોપવી નહિ; તમારે એવી કોઈ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; જેથી જ્યાં તમે પરદેશીઓ છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.’”
૮અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, તમે તમારી સ્ત્રીઓ, તમારા દીકરા દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ.
૯અને રહેવા ઘરો બાંધશો નહિ કે તમારી પાસે દ્રાક્ષવાડી, ખેતરો કે, બી કંઈ ન હોય.
