યર્મિયા ૩૭:૪
એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી કેમ કે હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો.યર્મિયા ૩૭:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 37:4
- Now Jeremiah came in and went out among the people, for they had not put him into prison.
- हिन्दी — यिर्मयाह ३७:४
- उस समय यिर्मयाह बन्दीगृह में न डाला गया था, और लोगों के बीच आया-जाया करता था।
સંદર્ભમાં
૨પણ યહોવાહે યર્મિયા પ્રબોધક દ્વારા જે વચનો કહેવડાવ્યાં હતાં તે સિદકિયા રાજાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.
૩તેમ છતાં સિદકિયા રાજાએ શેલેમ્યાના દીકરા યહૂકાલને તથા માસેયાના દીકરા યાજક સફાન્યાને યર્મિયા પ્રબોધક પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવાહ આપણા ઈશ્વર પાસે પ્રાર્થના કર.”
૪એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી કેમ કે હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો.
૫ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી. અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો તેની જાણ થતાં જ તેઓ યરુશાલેમમાંથી જતા રહ્યા.
૬પછી યહોવાહનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું કે,
