યર્મિયા ૩૮:૧૦
આ સાંભળીને રાજાએ કૂશી એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે “તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઈને જા. અને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને ટાંકામાંથી બહાર ખેંચી કાઢ.”યર્મિયા ૩૮:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 38:10
- Then the king commanded Ebedmelech the Ethiopian, saying, “Take from here thirty men with you, and take up Jeremiah the prophet out of the dungeon, before he dies.”
- हिन्दी — यिर्मयाह ३८:१०
- तब राजा ने एबेदमेलेक कूशी को यह आज्ञा दी, “यहाँ से तीस पुरुष साथ लेकर यिर्मयाह भविष्यद्वक्ता को मरने से पहले गड्ढे में से निकाल।”
સંદર્ભમાં
૮એવામાં એબેદ-મેલેખે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે આવી તેને કહ્યું કે,
૯મારા માલિક, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીના ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”
૧૦આ સાંભળીને રાજાએ કૂશી એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે “તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઈને જા. અને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને ટાંકામાંથી બહાર ખેંચી કાઢ.”
૧૧તેથી એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને રાજાના મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાક જૂનાં ફાટેલાં લૂગડાં તથા ચીંથરાં લઈને દોરડા વડે બાંધીને ટાંકામાં યર્મિયાને પહોંચાડ્યાં.
૧૨પછી કૂશી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું; આ જૂના ફાટેલાં વસ્ત્રો તથા સડેલાં ચીથરાં તારી બગલમાં મૂક.” એટલે યર્મિયા એ તેમ કર્યું.
