યર્મિયા ૩૮:૧૪
પછી સિદકિયા રાજાએ પ્રબોધક યર્મિયાને યહોવાહના ઘરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; “મારાથી કશું છુપાવીશ નહિ.”યર્મિયા ૩૮:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 38:14
- Then Zedekiah the king sent and took Jeremiah the prophet to himself into the third entry that is in the LORD’s house. Then the king said to Jeremiah, “I will ask you something. Hide nothing from me.”
- हिन्दी — यिर्मयाह ३८:१४
- सिदकिय्याह राजा ने यिर्मयाह भविष्यद्वक्ता को यहोवा के भवन के तीसरे द्वार में अपने पास बुलवा भेजा। और राजा ने यिर्मयाह से कहा, “मैं तुझ से एक बात पूछता हूँ; मुझसे कुछ न छिपा।”
સંદર્ભમાં
૧૨પછી કૂશી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું; આ જૂના ફાટેલાં વસ્ત્રો તથા સડેલાં ચીથરાં તારી બગલમાં મૂક.” એટલે યર્મિયા એ તેમ કર્યું.
૧૩પછી તેઓએ યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો ત્યાર પછી યર્મિયા ચોકીમાં રહ્યો.
૧૪પછી સિદકિયા રાજાએ પ્રબોધક યર્મિયાને યહોવાહના ઘરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; “મારાથી કશું છુપાવીશ નહિ.”
૧૫યર્મિયાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તમે મને ખરેખર મારી તો નહિ નાખો ને? અને જો હું સલાહ આપું તો પણ તમે મારું સાંભળવાના નથી.”
૧૬ત્યારે સિદકિયા રાજાએ ગુપ્તમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોના યહોવાહના સમ ખાઈને કહું છું કે, હું તને મારી નાખીશ નહિ કે તારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તને સોંપીશ નહિ.”
