યર્મિયા ૩૮:૧૯
એટલે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “પણ જે યહૂદીઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે તેઓની મને બીક લાગે છે. કદાચ મને તેઓનાં હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મારી મશ્કરી કરે.”યર્મિયા ૩૮:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 38:19
- Zedekiah the king said to Jeremiah, “I am afraid of the Jews who have defected to the Chaldeans, lest they deliver me into their hand, and they mock me.”
- हिन्दी — यिर्मयाह ३८:१९
- सिदकिय्याह ने यिर्मयाह से कहा, “जो यहूदी लोग कसदियों के पास भाग गए हैं, मैं उनसे डरता हूँ, ऐसा न हो कि मैं उनके वश में कर दिया जाऊँ और वे मुझसे ठट्ठा करें।”
સંદર્ભમાં
૧૭એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જો તમે બાબિલના રાજાના અધિકારીઓની શરણે જશો, તો તમે જીવતા રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિ.
૧૮પરંતુ જો તમે બાબિલના રાજાના અધિકારીઓનાં શરણે નહિ જાઓ, તો આ નગર ખાલદીઓની હાથમાં સોંપાશે. તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓના હાથમાંથી બચવા નહિ પામો.”
૧૯એટલે સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “પણ જે યહૂદીઓ ખાલદીઓ પાસે જતા રહ્યા છે તેઓની મને બીક લાગે છે. કદાચ મને તેઓનાં હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મારી મશ્કરી કરે.”
૨૦યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો કે, “તમને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તમે કેવળ યહોવાહને આધીન થશો તો તમારો જીવ બચી જશે અને તમારું હિત થશે.
૨૧પરંતુ જો તમે ત્યાં જવાની ના પાડશો, તો યહોવાહે જે વચન મને જણાવ્યું તે આ છે.
