યર્મિયા ૩૮:૭
હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.યર્મિયા ૩૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 38:7
- Now when Ebedmelech the Ethiopian, a eunuch, who was in the king’s house, heard that they had put Jeremiah in the dungeon (the king was then sitting in Benjamin’s gate),
- हिन्दी — यिर्मयाह ३८:७
- उस समय राजा बिन्यामीन के फाटक के पास बैठा था सो जब एबेदमेलेक कूशी ने जो राजभवन में एक खोजा था, सुना, कि उन्होंने यिर्मयाह को गड्ढे में डाल दिया है।
સંદર્ભમાં
૫સિદકિયા રાજાએ કહ્યું, જુઓ તે તમારાં હાથમાં છે, કેમ કે રાજા તમારી ઇચ્છાને વિરુદ્ધ કંઈ કરી શકતો નથી.”
૬આથી એ લોકોએ યર્મિયાને પકડીને રાજાના દીકરા માલ્ખિયાની ચોકીના ટાંકામાં નાખ્યો, તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. તે ટાંકામાં પાણી નહોતું, પણ ફક્ત કાદવ હતો અને યર્મિયા કાદવમાં ખૂંપી ગયો.
૭હવે રાજાના મહેલમાં એક કૂશ દેશના ખોજા, એબેદ-મેલેખે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ટાંકામાં નાખ્યો છે. અને રાજા બિન્યામીનના દરવાજા આગળ બેઠો છે.
૮એવામાં એબેદ-મેલેખે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે આવી તેને કહ્યું કે,
૯મારા માલિક, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીના ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”
