યર્મિયા ૪૦:૧૦
અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પાહમાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે નગરો કબજે કર્યાં છે તેઓમાં વસો.”યર્મિયા ૪૦:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 40:10
- As for me, behold, I will dwell at Mizpah, to stand before the Chaldeans who will come to us; but you, gather wine and summer fruits and oil, and put them in your vessels, and dwell in your cities that you have taken.”
- हिन्दी — यिर्मयाह ४०:१०
- मैं तो इसलिए मिस्पा में रहता हूँ कि जो कसदी लोग हमारे यहाँ आएँ, उनके सामने हाजिर हुआ करूँ; परन्तु तुम दाखमधु और धूपकाल के फल और तेल को बटोरके अपने बरतनों में रखो और अपने लिए हुए नगरों में बसे रहो।”
સંદર્ભમાં
૮ત્યારે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન અને યહોનાથાન તાન્હુમેથનો દીકરો સરાયા, એફાય નટોફાથીના દીકરા; માખાથીનો દીકરો યઝાન્યા તથા તેઓના માણસો મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.
૯શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની અને તેમના માણસો સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે, “ખાલદીઓની સેવા કરતાં ડરશો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું સારું થશે.
૧૦અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પાહમાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે નગરો કબજે કર્યાં છે તેઓમાં વસો.”
૧૧તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા સર્વએ સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદામાંના કેટલાકને હજુ પણ બાકી રહેવા દીધા છે. અને તેઓ પર શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને અધિકારી તરીકે નીમવામાં આવ્યો છે.
૧૨ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાંમાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.
