યર્મિયા ૪૪:૧૩
જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.યર્મિયા ૪૪:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 44:13
- For I will punish those who dwell in the land of Egypt, as I have punished Jerusalem, by the sword, by the famine, and by the pestilence;
- हिन्दी — यिर्मयाह ४४:१३
- जैसा मैंने यरूशलेम को तलवार, अकाल और मरी के द्वारा दण्ड दिया है, वैसा ही मिस्र देश में रहनेवालों को भी दण्ड दूँगा,
સંદર્ભમાં
૧૧તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ. અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાના લોકોનો નાશ કરીશ.
૧૨યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે.
૧૩જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.
૧૪તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઈને વસવાની આશાએ મિસરમાં જઈને વસ્યા છે તેમાંથી કોઈ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી. કેમ કે થોડા ભાગી છૂટેલા સિવાય કોઈ મારા કોપમાંથી બચી શકવાના નથી.”
૧૫આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલિ ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેઓ તેમ જ મિસર દેશના પાથ્રોસમાં વસતા બધા માણસોએ યર્મિયાને ઉત્તર આપ્યો,
