યર્મિયા ૪૪:૫
પરંતુ તેઓએ સાંભળ્યું નહિ. અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.યર્મિયા ૪૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 44:5
- But they didn’t listen and didn’t incline their ear. They didn’t turn from their wickedness, to stop burning incense to other gods.
- हिन्दी — यिर्मयाह ४४:५
- पर उन्होंने मेरी न सुनी और न मेरी ओर कान लगाया कि अपनी बुराई से फिरें और दूसरे देवताओं के लिये धूप न जलाएँ।
સંદર્ભમાં
૩તેઓએ પાપ કરીને મને રોષ ચડાવ્યો છે એટલે તેઓ, તમે કે તમારા પિતૃઓ જે અન્ય દેવોને જાણતા નહોતા, તે દેવોની આગળ ઘૂપ બાળવા અને તેઓની પૂજા કરવા ગયા.
૪તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.
૫પરંતુ તેઓએ સાંભળ્યું નહિ. અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.
૬આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.
૭તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને દૂધ પીતાં નાનાં બાળકોનો નાશ યહૂદિયામાંથી કરો છો અને તમે શા માટે તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી?
