યર્મિયા ૪૪:૮
જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.યર્મિયા ૪૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 44:8
- in that you provoke me to anger with the works of your hands, burning incense to other gods in the land of Egypt where you have gone to live, that you may be cut off, and that you may be a curse and a reproach among all the nations of the earth?
- हिन्दी — यिर्मयाह ४४:८
- क्योंकि इस मिस्र देश में जहाँ तुम परदेशी होकर रहने के लिये आए हो, तुम अपने कामों के द्वारा, अर्थात् दूसरे देवताओं के लिये धूप जलाकर मुझे रिस दिलाते हो जिससे तुम नाश हो जाओगे और पृथ्वी भर की सब जातियों के लोग तुम्हारी जाति की नामधराई करेंगे और तुम्हारी उपमा देकर श्राप दिया करेंगे।
સંદર્ભમાં
૬આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.
૭તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને દૂધ પીતાં નાનાં બાળકોનો નાશ યહૂદિયામાંથી કરો છો અને તમે શા માટે તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી?
૮જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.
૯તમારા પિતૃઓનાં પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરુશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલાં પાપ શું તમે ભૂલી ગયા?
૧૦આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી.
