યર્મિયા ૪૫:૩
તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”યર્મિયા ૪૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 45:3
- ‘You said, “Woe is me now! For the LORD has added sorrow to my pain! I am weary with my groaning, and I find no rest.”’
- हिन्दी — यिर्मयाह ४५:३
- हे बारूक, तूने कहा, ‘हाय मुझ पर! क्योंकि यहोवा ने मुझे दुःख पर दुःख दिया है; मैं कराहते-कराहते थक गया और मुझे कुछ चैन नहीं मिलता।’
સંદર્ભમાં
૧યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના શાસનકાળના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,
૨હે બારુખ, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે;
૩તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”
૪તેને તું કહે કે, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે મેં બાંધ્યું છે, તેને હું પાડી નાખીશ. જે મેં રોપ્યું છે, તેને હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.
૫“તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”
