યર્મિયા ૪૯:૧૭
તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.યર્મિયા ૪૯:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 49:17
- “Edom will become an astonishment. Everyone who passes by it will be astonished, and will hiss at all its plagues.
- हिन्दी — यिर्मयाह ४९:१७
- “एदोम यहाँ तक उजड़ जाएगा कि जो कोई उसके पास से चले वह चकित होगा, और उसके सारे दुःखों पर ताली बजाएगा।
સંદર્ભમાં
૧૫કેમ કે જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ અને મનુષ્યમાં તુચ્છ કર્યો છે.
૧૬હે ખડકની ફાટોમાં વસનાર, ઊંચા શિખરોને આશરે રહેનાર, તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, તું તારો માળો ગરુડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવાહ કહે છે.
૧૭તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
૧૮યહોવાહ કહે છે કે સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો તેમ, તેમાં કોઈ વસશે નહિ. ત્યાં કોઈ માણસ ફરી ઘર નહિ કરે.
૧૯જુઓ, સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! હું પણ અચાનક અદોમને ત્યાંથી નસાડીશ અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ. કેમ કે, મારા સમાન બીજું કોણ છે? અને મારે સારુ મુદ્દત બીજું કોણ ઠરાવે છે. મારી બરોબરી કરી શકે એવો ઘેટાંપાળક કોણ છે?
