યર્મિયા ૫૦:૨૮
આપણા ઈશ્વર યહોવાહે લીધેલું વૈર, તેઓના સભાસ્થાન વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સાદ સંભળાય છે.યર્મિયા ૫૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 50:28
- Listen to those who flee and escape out of the land of Babylon, to declare in Zion the vengeance of the LORD our God, the vengeance of his temple.
- हिन्दी — यिर्मयाह ५०:२८
- “सुनो, बाबेल के देश में से भागनेवालों का सा बोल सुनाई पड़ता है जो सिय्योन में यह समाचार देने को दौड़े आते हैं, कि हमारा परमेश्वर यहोवा अपने मन्दिर का बदला ले रहा है।
સંદર્ભમાં
૨૬છેક છેડેથી તેના પર ચઢી આવો. તેના અનાજના ભંડારો ખોલી નાખો અને તેનો ઢગલો કરો. તેનો નાશ કરો. તેમાંથી કશું પણ બાકી ન રહેવા દો.
૨૭તેના સર્વ બળદોને મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો. તેઓને અફસોસ તેઓના દિવસો ભરાઈ ચૂક્યા છે તેઓની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.
૨૮આપણા ઈશ્વર યહોવાહે લીધેલું વૈર, તેઓના સભાસ્થાન વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સાદ સંભળાય છે.
૨૯“બાબિલની સામે તીરંદાજોને એટલે ધનુષ્યબાણ ચલાવનારા સર્વને બોલાવો. તેને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઈ નાસી જવા પામે નહિ, તેનાં કૃત્યો પ્રમાણે તેને બદલો આપો, તેણે બીજાની જે દશા કરી છે તે પ્રમાણે તેને કરો. કેમ કે, યહોવાહની આગળ ઇઝરાયલના પવિત્રની આગળ તે ઉદ્ધત થયો છે.
૩૦તેથી યુવાન માણસો મહોલ્લાઓમાં પડશે. અને તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” એવું યહોવાહ કહે છે.
