યર્મિયા ૫૦:૩૯
આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.યર્મિયા ૫૦:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 50:39
- Therefore the wild animals of the desert with the wolves will dwell there. The ostriches will dwell therein. It will be inhabited no more forever, neither will it be lived in from generation to generation.
- हिन्दी — यिर्मयाह ५०:३९
- “इसलिए निर्जल देश के जन्तु सियारों के संग मिलकर वहाँ बसेंगे, और शुतुर्मुर्ग उसमें वास करेंगे, और वह फिर सदा तक बसाया न जाएगा, न युग-युग उसमें कोई वास कर सकेगा। (प्रका. 18:2)
સંદર્ભમાં
૩૭તેના ઘોડાઓ તથા રથો પર તથા તેના સર્વ લોક જેઓ બાબિલમાં છે તેઓ પર તલવાર આવી છે, જેથી તેઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે. તેની સર્વ સંપત્તિ પર તલવાર આવી છે અને તે લૂંટાઈ જશે.
૩૮તેનાં જળાશયો પર સુકવણું આવ્યું છે. તેઓ સુકાઈ જશે. કેમ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે ત્રાસદાયક મૂર્તિઓ પ્રત્યે મોહિત થયા છે.
૩૯આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.
૪૦યહોવાહ કહે છે કે, જેમ ઈશ્વરે સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું ત્યાં કરીશ. ત્યાં કોઈ વસશે નહિ; અને તેમાં કોઈ માણસ મુકામ કરશે નહિ.
૪૧જુઓ, ઉત્તર દિશામાંથી લોક આવે છે, એક બળવાન પ્રજા અને ઘણા રાજાઓ આવશે દૂર દેશમાં યુદ્ધની તૈયારી કરવામાં આવી છે.
