યર્મિયા ૫૧:૧૯
પરંતુ યાકૂબના ઈશ્વર એવા નથી, તે તો સમગ્ર સૃષ્ટિના સર્જક છે. અને ઇઝરાયલીઓને તે પોતાની વારસા કુળ તરીકે ગણે છે, તેમનું નામ સૈન્યોના યહોવાહ છે.યર્મિયા ૫૧:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 51:19
- The portion of Jacob is not like these, for he formed all things, including the tribe of his inheritance. The LORD of Armies is his name.
- हिन्दी — यिर्मयाह ५१:१९
- परन्तु जो याकूब का निज भाग है, वह उनके समान नहीं, वह तो सब का बनानेवाला है, और इस्राएल उसका निज भाग है; उसका नाम सेनाओं का यहोवा है।
સંદર્ભમાં
૧૭તેમની સરખામણીમાં સર્વ માણસો પશુ સમાન છે, તેઓ અજ્ઞાન છ; દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થાય છે, કેમ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે; પ્રાણ વગરની છે.
૧૮મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; તેઓને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.
૧૯પરંતુ યાકૂબના ઈશ્વર એવા નથી, તે તો સમગ્ર સૃષ્ટિના સર્જક છે. અને ઇઝરાયલીઓને તે પોતાની વારસા કુળ તરીકે ગણે છે, તેમનું નામ સૈન્યોના યહોવાહ છે.
૨૦યહોવાહ કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે. તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ. અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ.
૨૧તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.
