યર્મિયા ૫૧:૨૨
તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ. તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ.યર્મિયા ૫૧:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 51:22
- With you I will break in pieces the chariot and him who rides therein. With you I will break in pieces man and woman. With you I will break in pieces the old man and the youth. With you I will break in pieces the young man and the virgin.
- हिन्दी — यिर्मयाह ५१:२२
- तेरे ही द्वारा रथी समेत रथ को भी टुकड़े-टुकड़े करूँगा; तेरे ही द्वारा मैं स्त्री पुरुष दोनों को टुकड़े-टुकड़े करूँगा; तेरे ही द्वारा मैं बूढ़े और लड़के दोनों को टुकड़े-टुकड़े करूँगा, और जवान पुरुष और जवान स्त्री दोनों को मैं तेरे ही द्वारा टुकड़े-टुकड़े करूँगा;
સંદર્ભમાં
૨૦યહોવાહ કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે. તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ. અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ.
૨૧તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.
૨૨તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ. તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ.
૨૩ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.
૨૪બાબિલને તથા ખાલદીઓના બધા લોકોને, તેઓએ સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એવું યહોવાહ કહે છે.
