યર્મિયા ૫૧:૬
બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.યર્મિયા ૫૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 51:6
- “Flee out of the middle of Babylon! Everyone save his own life! Don’t be cut off in her iniquity, for it is the time of the LORD’s vengeance. He will give to her a recompense.
- हिन्दी — यिर्मयाह ५१:६
- “बाबेल में से भागो, अपना-अपना प्राण बचाओ! उसके अधर्म में भागी होकर तुम भी न मिट जाओ; क्योंकि यह यहोवा के बदला लेने का समय है, वह उसको बदला देने पर है। (प्रका. 18:4)
સંદર્ભમાં
૪ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઈને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.
૫કેમ કે, ઇઝરાયલ અને યહૂદિયા તેઓના ઈશ્વર સૈન્યોના યહોવાહથી તજાયેલા નથી. જોકે તેઓની ભૂમિ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ કરેલાં અપરાધોથી ભરેલી છે.
૬બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
૭બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.
૮પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.
