યર્મિયા ૭:૫
કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,યર્મિયા ૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 7:5
- For if you thoroughly amend your ways and your doings, if you thoroughly execute justice between a man and his neighbor;
- हिन्दी — यिर्मयाह ७:५
- “यदि तुम सचमुच अपनी-अपनी चाल और काम सुधारो, और सचमुच मनुष्य-मनुष्य के बीच न्याय करो,
સંદર્ભમાં
૩સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.
૪“યહોવાહનું સભાસ્થાન! યહોવાહનું સભાસ્થાન, યહોવાહનું સભાસ્થાન અહીંયાં છે!” એવું કહીને જૂઠાં વચનો પર વિશ્વાસ ન રાખો.
૫કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,
૬જો તમે પરદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ ચાલીને તમારો પોતાનો જ વિનાશ ન નોતરો,
૭તો હું તમને આ દેશમાં એટલે જે ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે તેમાં વસવા દઈશ.
