યર્મિયા ૮:૧૬
તેઓના ઘોડાઓનાં હણહણાટ દાનથી સંભળાય છે, તેઓના સમર્થકોના ખોંખારાના સાદથી આખી ભૂમિ ધ્રૂજી ઊઠે છે, તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર અને તેના વતનીઓને ખાઈ નાખ્યા છે.યર્મિયા ૮:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 8:16
- The snorting of his horses is heard from Dan. The whole land trembles at the sound of the neighing of his strong ones; for they have come, and have devoured the land and all that is in it, the city and those who dwell therein.”
- हिन्दी — यिर्मयाह ८:१६
- “उनके घोड़ों का फुर्राना दान से सुनाई देता है, और बलवन्त घोड़ों के हिनहिनाने के शब्द से सारा देश काँप उठा है। उन्होंने आकर हमारे देश को और जो कुछ उसमें है, और हमारे नगर को निवासियों समेत नाश किया है।
સંદર્ભમાં
૧૪આપણે કેમ અહીં બેસી રહીએ છીએ? આવો, આપણે બધા; કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મૃત્યુ પામીએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાહે આપણો નાશ કર્યો છે અને આપણને પીવાને ઝેર આપ્યુ છે. કેમ કે આપણે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.
૧૫આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહિ, આપણે સારા સમયની રાહ જોઈ હતી, પણ જુઓ, ભય આવી પડ્યો.
૧૬તેઓના ઘોડાઓનાં હણહણાટ દાનથી સંભળાય છે, તેઓના સમર્થકોના ખોંખારાના સાદથી આખી ભૂમિ ધ્રૂજી ઊઠે છે, તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર અને તેના વતનીઓને ખાઈ નાખ્યા છે.
૧૭માટે જુઓ, હું તમારા પર સર્પોને એટલે મંત્રથી વશ ન થઈ શકે તેવા નાગને તમારામાં મોકલીશ. અને તેઓ તમને કરડશે. એમ યહોવાહ કહે છે.
૧૮મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી.
