યર્મિયા ૮:૭
આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.યર્મિયા ૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 8:7
- Yes, the stork in the sky knows her appointed times. The turtledove, the swallow, and the crane observe the time of their coming; but my people don’t know the LORD’s law.
- हिन्दी — यिर्मयाह ८:७
- आकाश में सारस भी अपने नियत समयों को जानता है, और पंडुकी, सूपाबेनी, और बगुला भी अपने आने का समय रखते हैं; परन्तु मेरी प्रजा यहोवा का नियम नहीं जानती।
સંદર્ભમાં
૫યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે, તેઓ હંમેશને માટે કેમ પાછા હઠી ગયા છે? તેઓ દુષ્કર્મોને વળગી રહે છે. અને પાછા આવવાની ના પાડે છે.
૬મેં ધ્યાન દઈને સાભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નહિ; કોઈ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કોઈ કહેતું નથી કે, “અરે, અમે આ શું કર્યું?” જેમ ઘોડાઓ યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓમાંના દરેક પોતપોતાના માર્ગમાં આગળ વધે છે.
૭આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.
૮તમે એવું કહો છો કે, “અમે જ્ઞાની છીએ! અને અમારી પાસે યહોવાહનું નિયમશાસ્ત્ર છે” પણ, જુઓ, લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કર્યું છે.
૯જ્ઞાની માણસ લજ્જિત થશે. તેઓ ડરી જશે અને પકડાઈ જશે. જુઓ, યહોવાહનાં વચનોનો તેમણે ઇનકાર કર્યો છે. તો તેઓની પાસે કેવા પ્રકારનું ડહાપણ હોઈ શકે?
