અયૂબ ૧૭:૧૩
જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત;અયૂબ ૧૭:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 17:13
- If I look for Sheol as my house, if I have spread my couch in the darkness,
- हिन्दी — अय्यूब १७:१३
- यदि मेरी आशा यह हो कि अधोलोक मेरा धाम होगा, यदि मैंने अंधियारे में अपना बिछौना बिछा लिया है,
સંદર્ભમાં
૧૧મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઈ ગઈ છે. મારા હૃદયની ઇચ્છાઓ પણ પૂરી થઈ ગઈ છે.
૧૨આ લોકો, રાતને દિવસ માને છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે.
૧૩જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત;
૧૪મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, ‘તું મારો પિતા છે;’ મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;’
૧૫તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?
