અયૂબ ૧૭:૩
હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે?અયૂબ ૧૭:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 17:3
- “Now give a pledge. Be collateral for me with yourself. Who is there who will strike hands with me?
- हिन्दी — अय्यूब १७:३
- “जमानत दे, अपने और मेरे बीच में तू ही जामिन हो; कौन है जो मेरे हाथ पर हाथ मारे?
સંદર્ભમાં
૧મારો આત્મા ક્ષીણ થયો છે અને મારું આયુષ્ય સમાપ્ત થયું છે; મારા માટે કબર તૈયાર છે.
૨નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે; અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે.
૩હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે?
૪હે ઈશ્વર, તમે જ, તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; તેથી તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.
૫જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે. તેનાં સંતાનોની આંખો ક્ષીણ થશે.
