અયૂબ ૨૯:૧૩
જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.અયૂબ ૨૯:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 29:13
- the blessing of him who was ready to perish came on me, and I caused the widow’s heart to sing for joy.
- हिन्दी — अय्यूब २९:१३
- जो नाश होने पर था मुझे आशीर्वाद देता था, और मेरे कारण विधवा आनन्द के मारे गाती थी।
સંદર્ભમાં
૧૧કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
૧૨કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
૧૩જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
૧૪મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
૧૫હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
