અયૂબ ૩૦:૧૯
ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.અયૂબ ૩૦:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 30:19
- He has cast me into the mire. I have become like dust and ashes.
- हिन्दी — अय्यूब ३०:१९
- उसने मुझ को कीचड़ में फेंक दिया है, और मैं मिट्टी और राख के तुल्य हो गया हूँ।
સંદર્ભમાં
૧૭રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી.
૧૮મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે. મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે.
૧૯ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
૨૦ઓ ઈશ્વર હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
૨૧તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો. તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
