અયૂબ ૩૪:૨૨
દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ પડદો કે અંધકાર નથી.અયૂબ ૩૪:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 34:22
- There is no darkness, nor thick gloom, where the workers of iniquity may hide themselves.
- हिन्दी — अय्यूब ३४:२२
- ऐसा अंधियारा या घोर अंधकार कहीं नहीं है जिसमें अनर्थ करनेवाले छिप सके।
સંદર્ભમાં
૨૦એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે; મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે; મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ.
૨૧કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે; તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
૨૨દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ પડદો કે અંધકાર નથી.
૨૩કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી; કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી.
૨૪ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે.
