અયૂબ ૪૨:૧૩
તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી.અયૂબ ૪૨:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 42:13
- He had also seven sons and three daughters.
- हिन्दी — अय्यूब ४२:१३
- और उसके सात बेटे और तीन बेटियाँ भी उत्पन्न हुईं।
સંદર્ભમાં
૧૧અયૂબના સર્વ ભાઈઓ, સર્વ બહેનો અને અગાઉ તેના જે ઓળખીતાઓ હતા તેઓ સર્વ તેની પાસે તેના ઘરમાં આવ્યા અને તેની સાથે ભોજન કર્યું. અને યહોવાહ તેની પર જે વિપત્તિ લાવ્યા હતા તે સંબંધી તેઓએ અયૂબને સાંત્વના આપ્યું. દરેક માણસે તેને ચાંદીનો એક સિક્કો અને એક સોનાની વીંટી આપી.
૧૨યહોવાહે અયૂબને અગાઉ કરતાં વધારે આશીર્વાદ આપ્યો; હવે અયૂબની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બે હજાર બળદ અને એક હજાર ગધેડીઓ હતી.
૧૩તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી.
૧૪અયૂબની સૌથી મોટી દીકરીનું નામ યમીમા, બીજીનું નામ કસીયા અને સૌથી ત્રીજી દીકરીનું નામ કેરન-હાપ્પૂખ હતું.
૧૫સમગ્ર દેશમાં અયૂબની દીકરીઓ જેવી અન્ય કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. અયૂબે તેઓના ભાઈઓની સાથે તેઓને વારસો આપ્યો.
