અયૂબ ૪૨:૫
મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું, પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.અયૂબ ૪૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 42:5
- I had heard of you by the hearing of the ear, but now my eye sees you.
- हिन्दी — अय्यूब ४२:५
- मैंने कानों से तेरा समाचार सुना था, परन्तु अब मेरी आँखें तुझे देखती हैं;
સંદર્ભમાં
૩અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?” તે તમે સાચું જ કહ્યું હતું, તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી.
૪તમે મને કહ્યું હતું, ‘સાંભળ, હવે હું તને પૂછીશ; હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.’
૫મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું, પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.
૬તેથી હું મારી જાતને ધિક્કારું છું; અને હું ધૂળ તથા રાખ પર બેસીને પશ્ચાતાપ કરું છું.”
૭અયૂબ સાથે વાત કરી રહ્યા પછી યહોવાહે અલિફાઝ તેમાનીને કહ્યું, “હું તારા પર અને તારા બન્ને મિત્રો પર ગુસ્સે થયો છું, કારણ કે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નથી.
