અયૂબ ૫:૧૨
તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.અયૂબ ૫:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 5:12
- He frustrates the plans of the crafty, so that their hands can’t perform their enterprise.
- हिन्दी — अय्यूब ५:१२
- वह तो धूर्त लोगों की कल्पनाएँ व्यर्थ कर देता है , और उनके हाथों से कुछ भी बन नहीं पड़ता।
સંદર્ભમાં
૧૦તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે, અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
૧૧તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.
૧૨તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.
૧૩કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે. અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે.
૧૪ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.
