અયૂબ ૭:૫
મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.અયૂબ ૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 7:5
- My flesh is clothed with worms and clods of dust. My skin closes up, and breaks out afresh.
- हिन्दी — अय्यूब ७:५
- मेरी देह कीड़ों और मिट्टी के ढेलों से ढकी हुई है ; मेरा चमड़ा सिमट जाता, और फिर गल जाता है। (यशा. 14:11)
સંદર્ભમાં
૩તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.
૪સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.
૫મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.
૬મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.
૭યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.
