યોહાન ૧૧:૧૮
હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.યોહાન ૧૧:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 11:18
- Now Bethany was near Jerusalem, about fifteen stadia away.
- हिन्दी — यूहन्ना ११:१८
- बैतनिय्याह यरूशलेम के समीप कोई दो मील की दूरी पर था।
સંદર્ભમાં
૧૬ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
૧૭હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.
૧૮હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.
૧૯માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.
૨૦ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
