યોહાન ૧૩:૨૭
અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”યોહાન ૧૩:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 13:27
- After the piece of bread, then Satan entered into him. Then Jesus said to him, “What you do, do quickly.”
- हिन्दी — यूहन्ना १३:२७
- और टुकड़ा लेते ही शैतान उसमें समा गया: तब यीशु ने उससे कहा, “जो तू करनेवाला है, तुरन्त कर।”
સંદર્ભમાં
૨૫ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”
૨૬ઈસુ કહે છે કે, ‘હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.’ પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
૨૭અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”
૨૮હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.
૨૯કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.
