યોહાન ૪:૧૨
અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”યોહાન ૪:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:12
- Are you greater than our father Jacob, who gave us the well and drank from it himself, as did his children and his livestock?”
- हिन्दी — यूहन्ना ४:१२
- क्या तू हमारे पिता याकूब से बड़ा है, जिसने हमें यह कुआँ दिया; और आप ही अपनी सन्तान, और अपने पशुओं समेत उसमें से पीया?”
સંદર્ભમાં
૧૦ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”
૧૧સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
૧૨અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”
૧૩ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
૧૪પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”
