યોહાન ૫:૩૧
જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી.યોહાન ૫:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 5:31
- “If I testify about myself, my witness is not valid.
- हिन्दी — यूहन्ना ५:३१
- यदि मैं आप ही अपनी गवाही दूँ; तो मेरी गवाही सच्ची नहीं।
સંદર્ભમાં
૨૯અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.
૩૦હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.
૩૧જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી.
૩૨પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.
૩૩તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે.
