યોહાન ૬:૫૬
જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.યોહાન ૬:૫૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:56
- He who eats my flesh and drinks my blood lives in me, and I in him.
- हिन्दी — यूहन्ना ६:५६
- जो मेरा माँस खाता और मेरा लहू पीता है, वह मुझ में स्थिर बना रहता है , और मैं उसमें।
સંદર્ભમાં
૫૪જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
૫૫કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
૫૬જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
૫૭જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
૫૮જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’”
