યોહાન ૯:૧
ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.યોહાન ૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 9:1
- As he passed by, he saw a man blind from birth.
- हिन्दी — यूहन्ना ९:१
- फिर जाते हुए उसने एक मनुष्य को देखा, जो जन्म से अंधा था।
સંદર્ભમાં
૧ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
૨તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”
૩ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
