Skip to content
Methodist Church Nadiad
યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.

યહોશુઆ ૧૧:૧૨ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJoshua 11:12
Joshua captured all the cities of those kings, with their kings, and he struck them with the edge of the sword, and utterly destroyed them, as Moses the servant of the LORD commanded.
हिन्दीयहोशू ११:१२
और उन सब नगरों को उनके सब राजाओं समेत यहोशू ने ले लिया, और यहोवा के दास मूसा की आज्ञा के अनुसार उनको तलवार से घात करके सत्यानाश किया।

સંદર્ભમાં

૧૦તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તલવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું.

૧૧ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું.

૧૨યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.

૧૩તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને ઇઝરાયલ બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.

૧૪ઇઝરાયલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તલવારથી દરેક માણસને મારી નાખ્યાં. તેઓએ કોઈને જીવિત રહેવા દીધાં નહિ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.