યહોશુઆ ૧૨:૩
સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.યહોશુઆ ૧૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 12:3
- and the Arabah to the sea of Chinneroth, eastward, and to the sea of the Arabah, even the Salt Sea, eastward, the way to Beth Jeshimoth; and on the south, under the slopes of Pisgah:
- हिन्दी — यहोशू १२:३
- और किन्नेरेत नामक ताल से लेकर बेत्यशीमोत से होकर अराबा के ताल तक, जो खारा ताल भी कहलाता है, पूर्व की ओर के अराबा, और दक्षिण की ओर पिसगा की ढलान के नीचे-नीचे के देश पर प्रभुता रखता था।
સંદર્ભમાં
૧હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
૨સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
૩સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
૪રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.
૫તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ કર્યું.
