યહોશુઆ ૧૩:૧૪
કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસા ને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.યહોશુઆ ૧૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 13:14
- Only he gave no inheritance to the tribe of Levi. The offerings of the LORD, the God of Israel, made by fire are his inheritance, as he spoke to him.
- हिन्दी — यहोशू १३:१४
- और लेवी के गोत्रियों को उसने कोई भाग न दिया; क्योंकि इस्राएल के परमेश्वर यहोवा के वचन के अनुसार उसी के हव्य उनके लिये भाग ठहरे हैं।
સંદર્ભમાં
૧૨બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
૧૩પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.
૧૪કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસા ને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.
૧૫મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.
૧૬તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.
