યહોશુઆ ૧૩:૨૨
જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો.યહોશુઆ ૧૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 13:22
- The children of Israel also killed Balaam the son of Beor, the soothsayer, with the sword, among the rest of their slain.
- हिन्दी — यहोशू १३:२२
- और इस्राएलियों ने उनके और मारे हुओं के साथ बोर के पुत्र भावी कहनेवाले बिलाम को भी तलवार से मार डाला।
સંદર્ભમાં
૨૦બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,
૨૧સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સીહોનના રાજકુમારોને માર્યા હતા.
૨૨જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો.
૨૩યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.
૨૪અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.
