યહોશુઆ ૧૩:૩૦
તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,યહોશુઆ ૧૩:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 13:30
- Their border was from Mahanaim, all Bashan, all the kingdom of Og king of Bashan, and all the villages of Jair, which are in Bashan, sixty cities.
- हिन्दी — यहोशू १३:३०
- वह यह है, अर्थात् महनैम से लेकर बाशान के राजा ओग के राज्य का सब देश, और बाशान में बसी हुई याईर की साठों बस्तियाँ,
સંદર્ભમાં
૨૮ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.
૨૯મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો.
૩૦તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,
૩૧અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઇ, બાશાનમાં ઓગનાં ભવ્ય નગરો. એ મનાશ્શાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતાં.
૩૨યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે.
