યહોશુઆ ૧૩:૯
તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.યહોશુઆ ૧૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 13:9
- from Aroer, that is on the edge of the valley of the Arnon, and the city that is in the middle of the valley, and all the plain of Medeba to Dibon;
- हिन्दी — यहोशू १३:९
- अर्थात् अर्नोन नामक घाटी के किनारे के अरोएर से लेकर, और उसी घाटी के बीच के नगर को छोड़कर दीबोन तक मेदबा के पास का सारा चौरस देश;
સંદર્ભમાં
૭નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”
૮મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.
૯તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.
૧૦સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી;
૧૧ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;
