યહોશુઆ ૧૪:૬
પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફૂન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, “કાદેશ બાર્નેઆમાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.યહોશુઆ ૧૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 14:6
- Then the children of Judah came near to Joshua in Gilgal. Caleb the son of Jephunneh the Kenizzite said to him, “You know the thing that the LORD spoke to Moses the man of God concerning me and concerning you in Kadesh Barnea.
- हिन्दी — यहोशू १४:६
- तब यहूदी यहोशू के पास गिलगाल में आए; और कनजी यपुन्ने के पुत्र कालेब ने उससे कहा, “तू जानता होगा कि यहोवा ने कादेशबर्ने में परमेश्वर के जन मूसा से मेरे और तेरे विषय में क्या कहा था।
સંદર્ભમાં
૪યૂસફનાં ખરેખર બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઇમ. પણ તેઓને રહેવાને માટે અમુક નગરો, જાનવર તથા તેઓની માલમિલકત અને તે સિવાય તેઓએ દેશમાં લેવીઓને કંઈ ભાગ વારસા તરીકે આપ્યો નહિ.
૫જેમ યહોવાહ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલના લોકોએ તે દેશ વહેંચી લીધો.
૬પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફૂન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, “કાદેશ બાર્નેઆમાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.
૭જયારે યહોવાહનાં સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશ બાર્નેઆથી મને મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો.
૮પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોનાં હૃદય બીકથી ગભરાવી નાખ્યાં. પણ હું તો સંપૂર્ણરીતે યહોવાહ મારા પ્રભુને અનુસર્યો.
