યહોશુઆ ૧૭:૫
મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પૂર્વ પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.યહોશુઆ ૧૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 17:5
- Ten parts fell to Manasseh, in addition to the land of Gilead and Bashan, which is beyond the Jordan;
- हिन्दी — यहोशू १७:५
- तब मनश्शे को, यरदन पार गिलाद देश और बाशान को छोड़, दस भाग मिले;
સંદર્ભમાં
૩હવે મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓનાં નામ હતાં: માહલા, નૂહ, હોગ્લાહ, મિલ્કા અને તિર્સા.
૪તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે, “યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી કે, “અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે.” તેથી, યહોવાહની આજ્ઞા અનુસાર, તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો.
૫મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પૂર્વ પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.
૬કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મનાશ્શાના બાકીના કુળને ગિલ્યાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો.
૭મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી મિખ્મથાથ સુધી શખેમની પૂર્વમાં હતી. પછી તે સીમા દક્ષિણ તરફ એન-તાપ્પૂઆના ઝરા સુધી ગઈ.
