યહોશુઆ ૧૮:૧૫
દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ.યહોશુઆ ૧૮:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 18:15
- The south quarter was from the farthest part of Kiriath Jearim. The border went out westward, and went out to the spring of the waters of Nephtoah.
- हिन्दी — यहोशू १८:१५
- फिर दक्षिण की ओर की सीमा पश्चिम से आरम्भ होकर किर्यत्यारीम के सिरे से निकलकर नेप्तोह के सोते पर पहुँची;
સંદર્ભમાં
૧૩ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલ ની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ-હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ-આદ્દાર સુધી ઊતરી.
૧૪એ પર્વત બેથ-હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિર્યાથ-બાલ એટલે, કિર્યાથ-યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી.
૧૫દક્ષિણ ભાગ કિર્યાથ-યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન, નેફતોઆના પાણીના ઝરા સુધી ગઈ.
૧૬તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.
૧૭તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.
