યહોશુઆ ૧૯:૧૨
સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.યહોશુઆ ૧૯:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:12
- It turned from Sarid eastward toward the sunrise to the border of Chisloth Tabor. It went out to Daberath, and went up to Japhia.
- हिन्दी — यहोशू १९:१२
- फिर सारीद से वह सूर्योदय की ओर मुड़कर किसलोत्ताबोर की सीमा तक पहुँची, और वहाँ से बढ़ते-बढ़ते दाबरात में निकली, और यापी की ओर जा निकली;
સંદર્ભમાં
૧૦ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.
૧૧તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી.
૧૨સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફીઆ સુધી ગઈ.
૧૩ત્યાંથી આગળ વધીને ગાથ-હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ-કાસીન સુધી ગઈ; પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેઆ સુધી લંબાઈ હતી.
૧૪તે સરહદ ચકરાવો ખાઈને ઉત્તરે હાન્નાથોન સુધી ગઈ; અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો.
