યહોશુઆ ૨૪:૨૨
પછી યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોત પોતાના માટે સાક્ષી છો કે તમે જાતે યહોવાહની આરાધના કરવાને સારુ તેમને પસંદ કર્યા છે.” તેઓએ કહ્યું, “અમે સાક્ષી છીએ.”યહોશુઆ ૨૪:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 24:22
- Joshua said to the people, “You are witnesses against yourselves that you have chosen the LORD yourselves, to serve him.” They said, “We are witnesses.”
- हिन्दी — यहोशू २४:२२
- यहोशू ने लोगों से कहा, “तुम आप ही अपने साक्षी हो कि तुम ने यहोवा की सेवा करनी चुन ली है।” उन्होंने कहा, “हाँ, हम साक्षी हैं।”
સંદર્ભમાં
૨૦જો તમે તમારા યહોવાહને ત્યજીને વિદેશીઓના દેવોની ઉપાસના કરશો, તો તેઓ તમારું સારું કર્યા પછી, તમારી વિરુદ્ધ થઈને તમારું અહિત કરશે. તમને નષ્ટ કરી નાખશે.”
૨૧પણ લોકોએ યહોશુઆને કહ્યું, “એવું નહિ બને. અમે તો યહોવાહની જ આરાધના કરીશું.”
૨૨પછી યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોત પોતાના માટે સાક્ષી છો કે તમે જાતે યહોવાહની આરાધના કરવાને સારુ તેમને પસંદ કર્યા છે.” તેઓએ કહ્યું, “અમે સાક્ષી છીએ.”
૨૩યહોશુઆએ કહ્યું, “તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો, અને તમારું હૃદય ઇઝરાયલના પ્રભુ યહોવાહ તરફ વાળો.”
૨૪લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા પ્રભુ યહોવાહની જ સેવા અમે કરીશું. તેમની જ વાણી અમે સાંભળીશું.”
