યહોશુઆ ૩:૧૦
અને યહોશુઆએ કહ્યું, “આનાથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે.યહોશુઆ ૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 3:10
- Joshua said, “By this you shall know that the living God is among you, and that he will without fail drive the Canaanite, the Hittite, the Hivite, the Perizzite, the Girgashite, the Amorite, and the Jebusite out from before you.
- हिन्दी — यहोशू ३:१०
- और यहोशू कहने लगा, “इससे तुम जान लोगे कि जीवित परमेश्वर तुम्हारे मध्य में है, और वह तुम्हारे सामने से निःसन्देह कनानियों, हित्तियों, हिब्बियों, परिज्जियों, गिर्गाशियों, एमोरियों, और यबूसियों को उनके देश में से निकाल देगा।
સંદર્ભમાં
૮જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.”
૯અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.”
૧૦અને યહોશુઆએ કહ્યું, “આનાથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે.
૧૧જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.
૧૨હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો.
