યહોશુઆ ૩:૧૪
તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.યહોશુઆ ૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 3:14
- When the people moved from their tents to pass over the Jordan, the priests who bore the ark of the covenant being before the people,
- हिन्दी — यहोशू ३:१४
- इसलिए जब प्रजा के लोगों ने अपने डेरों से यरदन पार जाने को कूच किया, और याजक वाचा का सन्दूक उठाए हुए प्रजा के आगे-आगे चले,
સંદર્ભમાં
૧૨હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો.
૧૩જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે.”
૧૪તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.
૧૫કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી
૧૬ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.
