યહોશુઆ ૯:૧૨
જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે.યહોશુઆ ૯:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 9:12
- This our bread we took hot for our supplies out of our houses on the day we went out to go to you; but now, behold, it is dry, and has become moldy.
- हिन्दी — यहोशू ९:१२
- जिस दिन हम तुम्हारे पास चलने को निकले उस दिन तो हमने अपने-अपने घर से यह रोटी गरम और ताजी ली थी; परन्तु अब देखो, यह सूख गई है और इसमें फफूंदी लग गई है।
સંદર્ભમાં
૧૦અને યર્દનની પેલે પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનના રાજા સીહોનને, અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગને તેમણે જે સર્વ કર્યું તે પણ અમે સાંભળ્યું છે.
૧૧અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓએ અમને કહ્યું, ‘મુસાફરીમાં ખાવાને સારુ તમારા હાથમાં ભાથું લઈને જાઓ. તેઓને મળવાને જાઓ અને તેઓને કહો, “અમે તમારા સેવકો છીએ. અમારી સાથે સુલેહ કરો.”
૧૨જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે.
૧૩દ્રાક્ષારસની મશકો જયારે અમે ભરી ત્યારે નવી હતી, જુઓ, હવે તે ફાટી ગઈ છે. ઘણી દૂરની મુસાફરીથી અમારા વસ્ત્રો અને અમારા પગરખાં ઘસાઈને જૂના થઈ ગયાં છે.
૧૪ઇઝરાયલીઓએ તેઓના ખોરાકમાંથી કંઈક લીધું, પણ તેઓએ યહોવાહની સલાહ લીધી નહિ.
