યહોશુઆ ૯:૧૯
પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, યહોવાહનાં સમ તેઓને લક્ષમાં રાખીને લીધાં છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહિ.યહોશુઆ ૯:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 9:19
- But all the princes said to all the congregation, “We have sworn to them by the LORD, the God of Israel. Now therefore we may not touch them.
- हिन्दी — यहोशू ९:१९
- तब सब प्रधानों ने सारी मण्डली से कहा, “हमने उनसे इस्राएल के परमेश्वर यहोवा की शपथ खाई है, इसलिए अब उनको छू नहीं सकते।
સંદર્ભમાં
૧૭ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.
૧૮ઇઝરાયલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહિ કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયલના પ્રભુ, યહોવાહ આગળ તેઓ વિષે સમ લીધાં હતા. તેથી બધા ઇઝરાયલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.
૧૯પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, યહોવાહનાં સમ તેઓને લક્ષમાં રાખીને લીધાં છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહિ.
૨૦અમે તેઓની સાથે જે કરીશું તે આ છે આપણે તેઓના સમ લીધાં છે તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા, આપણે તેઓને જીવતા રહેવા દઈશું.”
૨૧આગેવાનોએ તેમના લોકોને કહ્યું, “એક શરતે તેઓને જીવતા રહેવા દો.” જેથી જેમ આગેવાનોએ તેઓના વિષે કહ્યું હતું તેમ, ગિબ્યોનીઓ ઇઝરાયલીઓ માટે લાકડાં કાપનારા અને પાણી ભરનારા થાય.”
